વાલોડનાં ભીમપોરના યુવા સરપંચે તમાકુમુક્ત ગામ બને તે માટે કરી પ્રશંસનીય પહેલ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦: આજરોજ વાલોડ તાલુકાનાં ભીમપોર ગામનાં યુવા સરપંચશ્રી દિક્ષિતભાઈ ગોપાળભાઈ ગામીત એ ગામનાં પ્રથમ નાગરીક તરીકે પોતાનું ગામ તમાકુ વ્યસનમુક્ત થાય અને ગામમાં તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩નો અમલ થાય એ હેતુથી શાળાનાં આચાર્ય અને શિક્ષકગણનાં સહયોગથી ભીમપોર ગામમાં આવેલ ૨ શાળાઓની બહાર નિયત નમૂનાનાં બોર્ડ લગાડયા હતા અને તમાકુ વેચતા દુકાનદારોને નિયતનમૂનાનાં બોર્ડ લગાડવા અનુરોધ કરેલ અને યુવાઓ/બાળકોને તમાકુના વ્યસન તરફ જતા અટકાવવા તેમજ અન્ય પરિવારનાં સભ્યોમાં તમાકુ વ્યસન અટકાવવા માટે ગામમાં આવેલ દૂધ ડેરી ખાતે “તમાકુનાં વ્યસન છોડવાના ફાયદા” નાં બોર્ડ લગાડવામાં આવેલ. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ-તાપી એમના કાર્યને બીરદાવે છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *