વ્યારાનાં મગરકુઈ ગામમાં વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં રક્તપિતજન જાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદીર છીંડીયાના મગરકુઈ ગામમાં વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી કરવામાં આવી અને ગ્રામસભા પણ યોજવામા આવી. જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રણય પટેલ, આયુષ મેડીકલ ઓફીસર સુમ્યા દુરાની અને તાલુકા સુપરવાઈઝર રાજેશભાઈ શેઠ અને લેપ્રસી સૂપવાઇઝર ચૌધરી મેહુલભાઈ અને ગામ ના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને તલાટી કમ મંત્રી, એ.પી. એચ.ડબ્લ્યું., ફી.હે., સુ,ફી.હે.વ. અને આશાબહેનો હાજર રહ્યા હતા અને સારવાર પુરી કરેલ રક્તપિત દર્દીઓને સાલ ઓઢાડી ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને રક્તપિત વિશે વિસ્તૃત માહીતી આપવા આવી. આ અભિયાન ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કર્મચારી દ્વારા સર્વે અને પ્રચાર પસાર કરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.