14 વર્ષની દીકરીનું કાઉન્સેલિંગ કરી સાચો રાહ બતાવતી કતારગામ અભયમ હેલ્પલાઇન ટીમ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરતના સરથાણા વિસ્તારમાંથી (સ્થળ બદલેલ છે) એક પીડીતાબેને ફોન કરી જણાવેલ કે તેમની દીકરી ખૂબ હેરાન કરે છે. પીડીતાબેન એ જણાવેલ કે તેમની દીકરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પીડિતાબેન અને તેમના પતિ બંને ડાયમંડ કંપનીમાં જોબ કરે છે પીડિતાબેનની દીકરી છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલે જતી નથી અને અલગ અલગ બહાના બનાવે છે સાચું જણાવતી નથી તેમજ પીડીતાબેનની દીકરી ને તેમની સામેના ફ્લેટમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ સંબંધ છે તેમની સાથે તે ફોન પર છુપાઈને વાતો કરે છે અને જૂઠું બોલી ગમે તે બહાનું બનાવી તેને મળવા માટે જાય છે. તેમજ પીડીતાબેનની દીકરી તે છોકરા સાથે લગ્ન કરાવવાની જીદ કરે છે. પીડિતાબેનને આ બધું ખબર પડતાં દીકરીને સમજાવેલ અને લગ્ન માટે ના પાડેલ તો દીકરીએ કોઈ તાંત્રિક સાથે પણ પર વાત કરી તેમને માટે પોતાને મારી નાખવાની વિધિ કરવા માટે ફોન પર વાતો કરતા હતા તે પીડીતાબેન સાંભળી ગયેલ. પીડિતાબેનની દીકરી તેમની કોઈ વાત માનતા નથી તેઓ કોઇ પણ વસ્તુ લેવાના બહાને નીચે ઉતરી જાય છે અને તે જે છોકરાને પ્રેમ કરે છે તેને મળવા ચાલી જાય છે. છેલ્લા બે ત્રણ દિવસથી તે ભણવા માટે સ્કૂલે જતી નથી અને સ્કૂલે ન જવા માટે પૂછપરછ કરતા તે કોઈ જવાબ આપતી નથી આજે પીડીતાબેન કામ પરથી ઘરે આવ્યા તો દીકરી ઘરે હાજર ન હતી છ વાગ્યાની આસપાસ પીડીતાબેન ની દીકરી કપડાનો થેલો લઈ બહારથી ઘરે આવેલ. પીડીતાબેન તેમની દીકરીને પૂછપરછ કરતા તે કોઈ જવાબ આપતી ન હોવાથી દીકરીના કાઉન્સેલિંગ માટે મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી આથી કતારગામ અભયમ ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ તેમજ વધારે પૂછપરછ કરતા દીકરીએ જણાવેલ કે તે સુરત બસ સ્ટેશન પર ગઈ હતી અને તે તેના પ્રેમી સાથે ભાગી જવા માંગતી હતી પરંતુ તેના પ્રેમી હાલ સુરતમાં નથી તે તેના ગામ ગયા છે જેથી તેનો કોઈ સંપર્ક ન થતા દીકરી પાછી ઘરે આવી ગઈ હતી તેમ જણાવેલ. આથી અભયમ ટીમે દીકરીને સમજાવેલ દીકરીની ઉંમર નાની હોય પ્રેમ સંબંધો છોડી ભણવામાં ધ્યાન આપવા અને તેને આગળના કરિયરમાં આગળ વધવા અને કારકિર્દી બનાવવા માટે સમજાવેલ તેમજ વારે ઘડીએ કીધા વગર ઘર છોડીને ન જવા માટે તેમજ માતા પિતાને ખોટી ધમકી ન આપવા તેમજ જીદ ન કરવા માટે તેમજ માતા પિતાની સામે જુઠ્ઠ ન બોલવા માટે સમજાવેલ. દીકરીને તેની ભૂલ સમજાતાં તેણે માતા પિતા પાસે માફી માંગી હતી અને ખાત્રી આપેલ કે તે હવે પછી ભણવામાં ધ્યાન આપશે તેમજ માતા પિતાને હેરાનગતિ કે દુઃખ થાય તેવું વર્તન કરશે નહીં તેમજ માતા પિતાની વાત માનશે અને તે છોકરા સાથેના તેના સંબંધો છોડી દેશે.
કતારગામ અભયમ ટીમે પીડીતાબેન અને તેમની દીકરીને કાયદાકીય માહિતી આપી સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ. પીડીતાબેન તેમની દીકરી સમજી જતા અભયમ ટીમે દીકરીની આંખ ખોલી સાચો રસ્તો બતાવતા સુરત કતારગામ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.