સિનિયર સિટીઝન કલબ વ્યારા ખાતે દિવ્યાંગ વ્યક્તિ ને સાધન સામગ્રી વિતરણ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ દિવ્યાંગ વ્યક્તિ ને સાધન સામગ્રી આપવાનો કેમ્પ ” સિનિયર સિટીઝન કલબ વ્યારા ” ખાતે યોજવામાં આવ્યો. જેમા ચાંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે લાભાર્થી ઓના કપાયેલા હાથ , પગ તથા કાનના બહેરાશ વાળા , લક્વા વાળા વ્યક્તિ ઓની તપાસ કરવામાં આવી હતી. તેવા કુલવિતરણ 98 કાનના લાભાર્થીઓ અને 79 વિકલાંગ લાભાર્થીઓ એટલે કે કુલ 177 લાભાર્થી ને ટ્રાઈસિકલ, વહીલ ચેર, વોકર, સ્ટીક વગેરે સાધનો આપવામાં આવ્યા… આજ ના કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો માં શ્રી ભરત ભાઈ શાહ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ ( છાંયડો) સુરત તથા દિવ્યાંગ વ્યક્તિ ઓને આપનાર તમામ સાધન ના મુખ્ય દાતા એવા સ્વ. નટવરલાલ ઈશ્વરલાલ દેસાઈ તથા સ્વ . લીલાવતીબેન નટવરલાલ દેસાઈ ના સમણાર્થે મનીષાબેન, વિભૂતિબેન, ઉર્વીબેન દેસાઈ સુરત આજના વિતરણ કાર્યક્રમના ભોજનદાતા રીટાબેન પરેશભાઇ શાહ તેમજ સ્વ. ભીખાભાઈ ચંદુલાલ મોદી બૌધાન તથા સિનિયર સિટીઝન કલબના ઉપપ્રમુખ શ્રી મહેર નોઝ ભાઈ જોખી, મંત્રી શ્રી અવિનાશ ભાઈ જોષી તથા નગરપાલિકા વ્યારાના આરોગ્ય ચેરમેન શ્રી પરેશભાઈ મીઠાવાળા તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પ્રણય પટેલ સાહેબ, ડો. અરવિંદભાઈ પટેલ, ડૉ. શાંતિલાલ ચૌધરી સાહેબ વગેરે હાજર રહ્યા હતા ત્યાર બાદ કેમ્પ વિષે અને છાંયડો સંસ્થા વિષે ની વિસ્તૃત માહિતી પ્રમુખશ્રી ભરત ભાઈ શાહે આપી હતી ત્યાર બાદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પ્રણય પટેલ સાહેબે કેમ્પ ને લગતી માહિતી આપી હતી. તથા તાલુકા સુપરવાઈઝર શ્રી રાજેશ ભાઈ શેઠ દવારા આગામી કેમ્પ ક્યા રાખવો તે અંગે ની ચર્ચા કરવામાં આવી હતી. બીજા બધા ” છાંયડો” સાથે જોડાયેલ એવા શ્રી વાસવ ભાઈ દેસાઈ, મુકેશભાઈ શાહ તથા ડો દામજી ભાઈ, ડૉ. મીત સર તેમજ ચાંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શ્રી મયુરભાઈ, અનુરાધાબેન અને સીનીયર સીટીઝન ના શ્રી કલ્પેશ ભાઈ આ ત્રણેય કર્મચારી ને ” છાંયડો” સંસ્થા દ્વારા “પ્રશસ્તિ પત્ર” આપવામાં આવ્યા હતા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત આચાર્ય શ્રી અમૃતલાલ વડાવિયા એ કર્યુ હતું અને આભારવિધિ નિવૃત્ત આચાર્ય શ્રી સંજયભાઈ દેસાઈએ કરી હતી. અને સૌ એ સાથે ભોજન લ ઈને છુટા પડ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.