તાપી જિલ્લામાં ટુ વ્હીલર માટે નવી સિરિઝની ફાળવણી માટે ઓનલાઈન રી -ઓક્શન*

પ્રતિકાત્મક તસવીર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .28: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્રારા ટુ વ્હીલરની નવી સીરીઝ GJ26AJ ચાલુ થવા જઈ રહી છે.આ સિરીઝના તમામ નંબર(0001 થી 9999)નું પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન e-Auction શરૂ કરવામાં આવનાર છે.
જેમાં ભાગ લેવા ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પરઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા. 02.02.2025 ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી તા.08.02.2025 રોજ સાંજે ૩:૫૯ વાગ્યાં સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે. તા.08.02.2025 રોજ સાંજે ૪:૦૦ વાગ્યેથી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. તથા તા.10.02.2025 ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે.
અરજદારો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે.
ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી base price ચૂકવવાની રહેશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ના ગુણાંકમાં રહેશે.હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી દિન-૫માં કરવાની રહેશે.જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે.એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.