વાંકાથી હથોળા જતા રોડ પર અકસ્માત થતા અજાણ્યા પુરુષનું મૃત્યુ : મરનારના વાલી વારસોની ભાળ મળે તો નિઝર પોલીસને જાણ કરશો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૨૮, તાપી. વાંકા ગામની સિમમાં આવેલ મહેન્દ્રભાઇ ઉદ્દવભાઇ પટેલના ખેતરની સામે વાંકાથી હથોળા જતા રોડ ઉપર મોજે વાંકા, તા.નિઝર જી.તાપી ખાતે તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ રાજેશભાઈ ભીલાભાઈ વળવીની પલ્સર બાઈકથી અકસ્માત થતા કોઈ અજાણ્યા વ્યક્તિને મોઢાના ભાગે તથા હાથમાં ઇજા પહોચેલ હતી. આ અકસ્માતથી અજાણ્યા પુરૂષનું મોત નીપજેલ છે. જેમની ઉંમર આશરે ૬૦ થી ૬૫ વર્ષ તેમજ તેમનું નામ સરનામું મળી શકેલ નથી. તેઓ શરીરે પાતળો બાંધો તથા ઉંચાઇ આશરે ૫.૫ ફૂટ છે. તેમના માથામાં સફેદ વાળ તથા મોઢા ઉપર સફેદ દાઢી છે. કેસરી કલરનો સ્વેટર તથા કમરે કાળા કલર નો પેન્ટ પહેરેલ હતો.
આ અંગે કોઈને તેમના સગા વ્હાલા કે પરિચિતની વિગત મળે તો પોલીસ કંટ્રોલ રૂમનો નં. ૦૨૬૨૬-૨૨૧૫૦૦ કે નિઝર પો.સ્ટે. ફોન નં ૦૨૬૨૮-૨૪૪૨૩૩ પર સંપર્ક કરવા વિનંતી છે.
૦૦૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.