ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રનાં 7માં પ્રજાસત્તાકદિનની ઉજવણીનાં ભાગરૂપે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકો દ્વારા ગગનભેદી સૂત્રોચ્ચાર, નારાઓ સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તમામ શાળાઓમાં ગામની સૌથી વધુ ભણેલ દીકરીનાં હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક ગામોમાં માતાઓ તથા દીકરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેટલીક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, દેશભકિતગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને વેશભૂષા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઉપરાંત કેટલીક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણીનાં ભાગરૂપે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે અસ્નાબાદ પ્રાથમિક શાળા ખાતે, તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પરીયા પ્રાથમિક શાળા ખાતે, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે કુદિયાણા પ્રાથમિક શાળા ખાતે, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલે ભગવા પ્રાથમિક શાળા ખાતે, મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલે કરંજ પ્રાથમિક શાળા ખાતે, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે બલકસ પ્રાથમિક શાળા ખાતે જ્યારે નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલે સાયણ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.