વ્યારા માલીવાડ મુખ્ય ડાકઘર ખાતે 76મો ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં કાર્યરત વ્યારા માલીવાડ મુખ્ય ડાકઘર ખાતે તા. 26/01/2025 નાં રોજ 76મો ગણતંત્ર દિવસની પોસ્ટ ઓફિસને શણગારીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
વ્યારાનાં પોસ્ટલ વહીવટી અધિકારીશ્રી, અભિષેક વર્મા તથા વ્યારાનાં પોસ્ટ માસ્તર શ્રીમતિ કલાબેન એમ. ચૌધરીનાં હસ્તે રાષ્ટીય ધ્વજ લહેરાવી ઘ્વજ વંદન કરવામાં આવ્યું.
આ અવસર પર હાજર રહેલા વ્યારાનાં નિવૃત પોસ્ટ માસ્તરશ્રી, ભાલચંદ્ર આર. પાટીલ ધ્વારા બંધારણનાં ઘડવૈયાશ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રશંસા કરી હતી.
શ્રી અભિષેક વર્મા વ્યારાનાં પોસ્ટલ ઇન્સ્પેક્ટર સાહેબ ધ્વારા પોસ્ટની તમામ વિવિધ યોજનાઓની છણાવટ કરી નાગરીકોને પોસ્ટમાં રોકાણ કરવા માટે પ્રોસ્તાહિત કર્યા,
આ અવસર પર હાજર રહેલા નિવૃત પોસ્ટનાં કર્મચારી, ગ્રામીણ ડાકસેવકો, એજન્ટ મિત્રો તથા નાગરીકો વિશાલ સંખ્યામાં હાજર રહયા હતાં. રેલી કાઢી, ઇનામ વિતરણ કરી, હળવે નાસ્તો કરાવી, સભાનું સમાપન કરવામાં આવ્યું. સભાનું આયોજન શ્રી વિજેન્દ્રભાઈ સુર્યવંશી તથા શ્રી, ભાવેશભાઈ ચૌહાણ ધ્વારા કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.