ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં ઓલપાડ નગર સ્થિત ગાયત્રી પ્રજ્ઞા શિશુ વિદ્યામંદિર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી પોતાની શાળા સહિત ઓલપાડ નગરનું નામ રોશન કરેલ છે.
અત્રે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત યોજાયેલ તબલાવાદન સ્પર્ધામાં અસ્નાબાદ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સ્વયં સોલંકી પ્રથમ ક્રમ મેળવી તાલુકા કક્ષાએ અવ્વલ બન્યો હતો. જ્યારે લોકગીત સ્પર્ધામાં વિદ્યાર્થીની કેયા ગુપ્તાએ પણ તેની સહાયક ખુશી રાજપૂત સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. બીજીતરફ ચિત્રકલા સ્પર્ધામાં વિદ્યાર્થી પ્રેમ પાટીલ દ્રિતીય ક્રમે તથા એકપાત્રિય અભિનય સ્પર્ધામાં વિદ્યાર્થીની અંશિકા યાદવ તૃતિય ક્રમે વિજેતા બની હતી.
શાળાનાં ઉપશિક્ષિકા કલ્પના પટેલ માર્ગદર્શિત આ તમામ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય અમિત પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ, શાળાનાં ઉપશિક્ષક અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.