તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને ૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

૧૫માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી -તાપી જિલ્લો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૫:. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૫ ને ૧૫ મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં તાપી કલેકટર સભાખંડ ખાતે ૧૫માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડે સૌને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

‘રાષ્ટ્રીય મતદાતા” દિવસનું મહત્વ સમજાવતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, આજનો ૧૫મો “રાષ્ટ્રીય મતદાતા દિવસ” કરોડો મતદારોના લોકતાંત્રિક અધિકારની ઉજવણીનો અવસર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી પારદર્શક, ક્ષતિરહિત બને તેમજ મતદારો તેમના મતાધિકારોનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.

મતદારયાદીમાં નામ તથા વિગતની ચકાસણી, નામ નોંધણી કે વિગતમાં ફેરફાર માટે ૧૯૫૦ વોટર હેલ્પલાઇન તેમજ Voter Helpline App અને NVSP website મારફત ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે જેનો આપણે સૌએ ઉપયોગ કરી તેનો લાભ લેવા અન્યને પણ પ્રેરિત કરવા જોઇએ એમ ઉમેર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, યુવા મતદારોની ભાગીદારી વધારવા ચૂંટણી પંચ દ્વારા સ્તુત્ય પગલાના ભાગરૂપે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે હવે વર્ષમાં ચાર વાર મોકો મળશે.જેમાં ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબર દરમિયાન ૧૮ વર્ષ પુરા કરતા તમામ યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકશે.

નોંધનીય છે કે,વર્ષ ૨૦૨૫ ની સ્થિતિએ તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. અહીં કુલ-૨૪૬૪૯૧ પુરુષ મતદારો, ૨૬૧૭૬૯ સ્ત્રી મતદારો તથા ૦૫ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ-૫૦૮૨૬૫ નોંધાયેલા મતદારો છે.

સમગ્ર દેશની સાથે સાથે જિલ્લાના તમામ ૫૯૫ મતદાન મથકોના ૪૬૮ સ્થળો ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રંસગે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો

આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી સહીત વિવિધ વિભાગોના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *