તાપી જિલ્લા પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહને આખરી ઓપ અપાયો

તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના ૭૬માં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 24 :- તાપી જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સહિત સંલગ્ન તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણેના વડપણ હેઠળ ગણતંત્રની ઉજવણીનું અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પોલીસ પરેડ, પોલીસ વિભાગ દ્વારા યોજનારા બ્રાસ બેન્ડ ડિસપ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, હર્ષ ધ્વનિ, સહિત પુરસ્કાર અને ટ્રોફી વિતરણનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રિહર્સલમાં તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ સહિત ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ, પોલીસના જવાનો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ધ્વજવંદન કાર્યક્રમ વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે. જેની ઉજવણી અન્વયે કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.