વાલોડ તાલુકા બેડકુવા ગામે પાંજરામાં દીપડી પુરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધન ડુંગરી ફળિયામાં રહેતા યતીનભાઈ મહેશભાઈ ગામીત ની અરજી નાં આધારે 21/01/2025 મંગળવાર ના રોજ પાંજરું મૂકવામાં આવ્યું. તે પછી 24/01/2025 શુક્રવારે આજે મળસ્કે 5.30 કલાકે પાંજરા માં 5 વર્ષ ની દીપડી પાંજરામાં પુરાઈ. તે પછી યતીનભાઈ દ્વારા વાલોડ વનવિભાગ ના કર્મચારી સંદીપભાઈ ચૌધરી ને જાણ કરતા તે પછી તરત જ વાલોડ RCSSG મેમ્બર ઇમરાનભાઈ વૈદ ને ખબર પહોંચાડી અને તરત જ તાત્કાલિક તે સ્થળ પર વાલોડ વનવિભાગ ના કર્મચારી સંદીપભાઈ અને RCSSG મેમ્બર ઇમરાનવૈદ સાથે પાંજરા નો કબ્જો લઈ વાલોડ વનવિભાગ ની નર્સરી પર દિપડી મૂકવામાં આવી. અને વન વિભાગના ઉપલા અધિકારી ને જાણ કરી તે પછી દીપડી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.