ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-2025 ની ઉજવણીનો પ્રારંભ

Contact News Publisher

શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં

બીજી તરફ તાલુકાની વિવિધ શાળાઓમાં 108 દ્વારા પ્રાથમિક સારવાર, ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી સહિત ઔદ્યોગિક એકમોમાં સેફટી અને ફાયર વિભાગનાં કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન બાળકોને બતાવવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત અને આગ જેવી બહુવિધ આપત્તિઓનાં જોખમ સમયે શું તકેદારી રાખવી, કેવાં પગલાં ભરવા જેવી બાબતો પરત્વે ગુજરાત સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંર્તગત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યસ્થાપન સત્તામંડળ દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત થાય એ હેતુથી પ્રતિવર્ષ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સાવચેતી અને સલામતી બાબતે માર્ગદર્શનનાં શુભ હેતુસર યોજાતાં આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સપ્તાહનાં પ્રથમ દિવસે બાયસેગનાં માધ્યમથી કરાવ્યો હતો. જે અંતર્ગત ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ પૈકી સાયણ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહ-2025 ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અત્રેની શાળાનાં ઉપશિક્ષક અને સદર કાર્યક્રમનાં નોડલ ઓફિસર અનિલ રાઠોડે ઉપસ્થિતોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે સુબોધકુમાર સિંહ, મમતાજી, ગૌરવ જોષી, શત્રુઘ્નસિંહ, રાજશેખર, કે.જે. રેડ્ડી સહિતની એન.ડી.આર.એફ. ની ટીમે વિવિધ કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ સંદર્ભે ડેમોસ્ટ્રેશન દ્વારા સૌને માર્ગદર્શિત કર્યા હતાં. અંતમાં શાળાનાં ઈન્ચાર્જ આચાર્ય પ્રજ્ઞા મહીડાએ આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *