સોનગઢ તાલુકાના અજવાર ગામે “અવેરનેસ પ્રોગામ ફોર ફીશ ડીસીઝ એન્ડ મેનેજમેન્ટ” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી મત્સય સંપદા યોજના થકી મંજુર થયેલ એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીક અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અજવાર ગામે “અવેરનેસ પ્રોગામ ફોર ફીશ ડીસીઝ એન્ડ મેનેજમેન્ટ” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીકમાં સીનીયર રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા શ્રી સાગર ઢીંમર અને શ્રી સંજય વાળા હાજર રહ્યા હતા તેમજ માછીમારી સાથે સંકળાયેલા મત્સયખેડૂતો હાજર રહેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી. સાગર ઢીંમર અને શ્રી સંજય વાળાએ માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અને મેનેજમેન્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈમાં ફરજ બજાવતા કમલેશભાઈ વસાવા દ્વારા મત્સયખેડૂતોમાં ઉત્સાહ વધાર્યો. અંતમાં મત્સયખેડૂતો દ્વારા તાલીમથી મળેલ માહીતી બાબતે સંતોષ વ્યક્ત કર્યો અને આવી કૌશલ્ય વર્ધક તાલીમો અત્રેથી મળતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.