તાલુકા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં કરંજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઝળકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન, ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર તાલુકામાંથી ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. સ્પર્ધાનાં ત્રણ સ્ટેજ પૈકી મિડલ સ્ટેજ (ધોરણ 6 થી 8) વાર્તા લેખનમાં કરંજ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફેની પંકજભાઈ આહિર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બની હતી. જેને રોકડ પુરસ્કાર સહિત પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ હતું.
તેણીની આ સિદ્ધિ બદલ કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.