કુકરમુંડાના ઉભદ ગ્રામ પંચાયતનાં ગ્રામીણો દ્વારા ટી.ડી.ઓ.ને રોજગારી ભથ્થું આપવા માંગ કરાઈ !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગ્રામ પંચાયત ઉભદ ગામના ગ્રામીણો દ્વારા ગ્રામ પંચાયતના તલાટી ક્મ મંત્રીને અરજી કરી નરેગા યોજનામાં ૧૦૦ દિવસની રોજગારી મળે એવી માંગણી કરવામાં આવી હતી. જોકે રોજગારી નહી મળતા ગ્રામીણો દ્વારા રોજગારી ભથ્થાની માંગણી કરવામા આવી છે.

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ (નરેગા યોજનામાં) ૧૦૦ દિવસની રોજગારી મળે એ હેતુથી સરકારશ્રી દ્વારા મનરેગા યોજનામાં ગરીબ લોકોને રોજગારી આપવા માટે યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ તલાટીને રોજગારીની માંગ કરતી અરજીના ૨૧ દિવસ થયા બાદ પણ રોજગારી નહિ મળતા  ગ્રામીણો અવઢવમા મૂકાયા છે કે રોજગારી માટે સ્થળાંતર કરવુ પડશે કે કેમ ? ઉભદ ગ્રામજનોને નરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં તલાટી અસમર્થ રહ્યા છે ત્યારે ગ્રામજનોને એવું લાગે છે કે ઉભદ ગ્રામ પંચાયતના તલાટી ગરીબોને રોજગારી આપવા માંગતા નથી કે શું ? તલાટી પાસેથી નરેગા યોજના હેઠળ રોજગારી ન મળતા આખરે નરેગા યોજનામાં રોજગારી મેળવવા માટે કુકરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર ગ્રામજનો દ્વારા નરેગા યોજનામાં રોજગારી મળી રહે એ હેતુથી અરજી આપવામાં આવી છે. નરેગા યોજના હેઠળ કામોની માંગણી ગ્રામપંચાયત ઉભદના તલાટી પાસે કરવામાં આવી હતી. અને નરેગા યોજના હેઠળ કામોની માંગણી કર્યા પછી ૨૧ દિવસ થવા છતાં ગ્રામજનોને કામ આપવામાં આવેલ નથી. માંગણી કર્યા પછી ૧૫ દિવસ સુધીમાં કામ આપવાની જોગવાઈ છે. પરંતુ ગ્રામીણોને કામ આપવામાં આવેલ નથી. જેથી ગ્રામજનોને નરેગા યોજના હેઠળ બેરોજગારી ભથ્થું આપવામાં આવે એવી તાલુકા વિકાસ અધિકારી પાસે માંગણી કરી છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *