નહેરુ યુવા કેન્દ્ર-તાપી દ્વારા ટ્રાફિક જાગૃતિ તથા રોડ સેફટી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ યુવા કેન્દ્ર-તાપી, માય ભારત-તાપી અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,મહુવા તથા વ્યારા ટ્રાફિક શાખા અને RTO વ્યારાના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાની માઁ શિવદુતી સાયન્સ સ્કૂલ,વ્યારા ખાતે ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૮૦ થી વધુ યુવાનો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત RTO ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા તેમજ ટ્રાફિક શાખા વ્યારાના ASI એસ. એમ. રાણા અને તેઓનો સ્ટાફ દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફટીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને વુમન હેલ્પલાઈન, સાયબર હેલ્પલાઈન અને મહિલા અભયમ હેલ્પલાઈન વિશે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડ તાલીમ આપવામાં આવી હતી. આ વેળાએ ટ્રાફિક ASI એસ. એમ. રાણા, RTO ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,મહુવાના મદદનીશ સામાજિક કાર્યકર ખુશી કુમારી તથા માઁ શિવદુતી સાયન્સ સ્કૂલના શિક્ષકો હાજર રહ્યા હતા. યુવાનોને માય ભારત ટી- શર્ટ તેમજ ટોપીનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન માય ભારત-તાપી અને નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જીલ્લા DYO સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના NYV વરુણ રાજપૂતે કર્યું હતું. રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું એંકરીંગ પલ્લવીબેન પરમારે કર્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *