અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં અંકલેશ્વરની છાત્રાઓએ સિદ્ધિ મેળવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી શાળાઓનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તેઓએ બનાવેલ અવનવી કૃતિઓ રજૂ કરી હતી. આ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામ શિક્ષક વિભાગ અને વિદ્યાર્થી વિભાગ એમ બે સ્તરે રાખવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ સર્જનાત્મકશક્તિ, જિજ્ઞાસા, ઉત્સુકતા તેમજ આત્મવિશ્વાસને લઈને આગવી ઓળખ ઊભી કરી હતી. સદર પ્રોગ્રામમાં વિદ્યાર્થી વિભાગમાંથી અંકલેશ્વર તાલુકાની મુખ્ય શાળા નંબર 1 નાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતાં. જેઓને પ્રોત્સાહિત ઈનામરૂપે રૂપિયા 3000 નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.