સોનગઢના સરજામલી ગામમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે એકને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ડી.એસ. ગોહિલ, પી.આઈ. એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તાપીના પો.સ.ઇ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ તથા હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહને સંયુક્ત રીતે બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે સોનગઢ તાલુકાના સરજામલી દુધ ડેરી ફળીયામાં રહેતો વિશાલ ઇશ્વરભાઇ ગામીતે પોતાના સરજામલી નિશાળ ફળીયામાં રહેતા મિત્ર આશીષભાઇ વસાવાના ખેતરમાં ઘાસના પુળીયામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક રાખેલ છે. અને તે સગે વગે કરવાની તૈયારીમાં છે. તેવી મળેલ બાતમી આધારે સરજામલી ગામે નિશાળ ફળીયામાં રહેતા આશીષભાઇ વસાવાના ખેતરવાળી જગ્યાએ પોલીસને આવતા જોઇ એક વ્યકિત નાશવા જતા તેને ત્યાંજ પકડી પાડી આરોપી- વિશાલ ઇશ્વરભાઇ ગામીત ઉ.વ.૨૯ રહે.સરજામંલી દુધ ડેરી ફળીયુ તા.સોનગઢ જી.તાપી મુળ રહે.પીપળકુવા પાલીસકુવા ફળીયુ તા.સોનગઢ જી.તાપીની પુછપરછ કરતા ગુરજીભાઈ જેઠીયાભાઈ વસાવાના માલીકીના ખેતરમાં ભાતના પુળિયામાં વગર લાયસન્સ પરવાના અને બિન અધિકૃત રીતે, પોતાના કબજામાં દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ. ૫,૦૦૦/- તથા (૧) શીશાની લંબગોળ ગોળી નંગ-૯ (૨) શીશાની ગોળ ગોળી નંગ-૧૨ (૩) ફુટેલી કારતુસની બુલેટ નંગ-૫ (૪) બે પ્લાસ્ટીકની નાની બાટલીમાં દારૂગોળાનો પાવડર એક બાટલીમાં આશરે ૫૦ ગ્રામ તથા બીજી બાટલીમાં ૨૦ ગ્રામ જેટલો મળી કુલ્લે ૭૦ ગ્રામ (૫) એક લાલ કલરનુ ફુલ ડીઝાઇનવાળુ કાપડનો ટુકડો (૬) એક બ્લ્યુ કલરનો ડીઝાઇનવાળો કાપડનો ટુકડો કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૫,૦૦૦/- ના મુદ્દામાલ કબજે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામા આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ,  હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના હે.કો. હરપાલસિંહ અભેસિંહ,  પો.કો. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *