રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીં

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાન્ય નગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-૨૦૨૫માં યોજાશે નહીં.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, ૧ મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે.

આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં.

આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *