વિદ્યાકુંજ વિરપુર શાળા ખાતેથી ઝેડા અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા ઊર્જા જાગૃતતા પખવાડિયાનો પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (ઝેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જા જાગૃતતા, ઊર્જા બચાવવા માટેનું અભિયાન ઝેડા ઉજવે છે. ઊર્જા પખવાડિયું ૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી જીલ્લાની મુખ્ય અને તાલુકા કક્ષાની માધ્યમીક શાળાઓમાં બાળકોને ઊર્જા વિષેની તમામ સમજો આપવી, ઊર્જા રેલીઓ યોજી લોકોમાં ઊર્જા બચાવ જાગૃત્તિ લાવવી તેમજ બાળકોને ઊર્જા નો ખ્યાલ આપવો, ઊર્જા ના સુત્ર બોલાવી ઊર્જા નો વ્યય થતાં અટકાવવાના ઉપાયો સાથે બિન પરંપરાગત ઊર્જા, પુઃન પ્રાપ્ય ઊર્જા નો વધુ ને વધુ ઉપયોગ કરવા વિશે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરી સમાજ જીવનમા ઊર્જા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.
આજે જિલ્લા કક્ષાનો ઊર્જા ઉત્સવ વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુર શાળાની વિદ્યાર્થીનીઓ સાથે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા પ્રસંગોચિત ઊર્જા બચાવો અભિયાન અંતર્ગત રસપ્રદ માહિતી આપી સાથે જિલ્લા પ્રચારક પ્રકાશ ચૌધરી દ્વારા ઊર્જા રેલી નુ આયોજન કર્યું અને શિલા ગામીત અને નિપુના ચૌધરી એ રેલી સાથે સુત્રો બોલાવી બાળકો માં ઉત્સાહ વધાર્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.