ઓલપાડની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનો ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરવા સાથે તાલુકામાં ડંકો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ નગર સ્થિત સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાએ તાજેતરમાં ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરી તાલુકાનું નામ રોશન કરેલ છે.
શાળાનાં આચાર્ય જગદીશ પ્રજાપતિ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં અત્રેની સાયણ સુગર પ્રાથમિક શાળા અને સાયણ પ્રાથમિક શાળાનાં શિક્ષકોની સંયુક્ત ટીમે રસ્તા ખેંચ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભમાં સાયણ સુગર પ્રાથમિક શાળા અને સાયણ પ્રાથમિક શાળાની શિક્ષિકાઓની સંયુક્ત ટીમે ગરબા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું કર્યુ હતું. બીજીતરફ આ શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષની કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ઝળહળતી સિદ્ધિ મેળવેલ છે.
આ તમામને સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલ તથા કેન્દ્રાચાર્ય સેજલ રાઠોડે અભિનંદન પાઠવ્યા હતાં. શાળાની આ ત્રિવિધ સિદ્ધિને પગલે સાયણ સુગર વિસ્તારમાં આનંદ સાથે ગૌરવની લાગણી છવાય હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.