ગેરકાયદેસર દેશી હાથ બનાવટની એક બંદુક સાથે એકને ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ જવાનો સોનગઢ પો.સ્ટે. વિસ્તારમા ગેરકાયદેસર હથિયાર ધરાવતા વ્યક્તિતઓનૈ પકડવા પેટ્રોલિંગમા હતા.
તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇને મળેલ સયુકત બાતમી હકીકત આધારે સરજામલી ગામની સીમમાં આવેલ વોન્ટેડ આરોપી ગુરજીભાઈ જેઠીયાભાઈ વસાવાના ખેતરમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપી આશિષભાઈ રાકેશભાઈ વસાવા હાજર હતા અને ખેતરમા આવેલ છાપરામાં રાખેલ ભાતના પુળિયામાં એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલવાળી ટ્રીગરવાળી બંદુક કિ.રૂ.૫૦૦૦/- ની વગર લાયસન્સ પરવાના અને બિન અધિકૃત રીતે ગેરકાયદેસર રાખતા મળી આવતા પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધ સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરવામા આવેલ છે પકડાયેલ આરોપી :-
આશિષભાઈ રાકેશભાઈ વસાવા ઉ.વ. ૨૨ રહે.સરજામલી નિશાળ ફળિયુ તા.સોનગઢ જી.તાપી
વોન્ટેડ આરોપી :-
ગુરજીભાઈ જેઠીયાભાઈ વસાવા રહે.સરજામલી નિશાળ ફળિયુ તા.સોનગઢ જી.તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. ડી.આર. પ્રજાપતિ, તથા એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હિરેનભાઈ ચીમનભાઈ તથા અ.હે.કો. કમલેશભાઈ કૃષ્ણાભાઈ તથા અ.હે.કો. શરદભાઈ સુરજીભાઈ તથા આ.હે.કો. રાજેન્દ્રભાઈ યાદવરાવ તથા આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈએ કામગીરી કરેલ છે
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.