બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના઼ં માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા આપી શિક્ષણમાં વાર્તાનાં મહત્વ અંગે છણાવટ કરી હતી. સ્પર્ધાનાં અંતે નિર્ણાયકોએ નીચે મુજબ પરિણામો ઘોષિત કર્યા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ 1/2 (વાર્તા કથન) : પ્રથમ – નવ્યા પટેલ (કુંદિયાણા), પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ 3 થી 5 (વાર્તા કથન) : પ્રથમ – હેરી પટેલ (કુંદિયાણા), મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 (વાર્તા લેખન) : પ્રથમ – ફેની આહિર (કરંજ)
વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર સહિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રવિણા મોરકર (પરીયા પ્રા. શાળા), કલ્પના પટેલ (કુવાદ પ્રા. શાળા), ધર્મિષ્ઠા ભાટીયા (અંભેટા પ્રા. શાળા), નિમિષા પટેલ (મુળદ પ્રા. શાળા), હેમલતા પરમાર (કઠોદરા પ્રા. શાળા), સંગીતા પટેલ (પારડી ભાદોલી પ્રા. શાળા), દર્શના પટેલ (અરીયાણા પ્રા.શાળા), દિનકર પટેલ (સાયણ સુગર પ્રા. શાળા) તથા આકાશ પટેલ (બી.આર.પી. ભાષા) એ ઉત્કૃષ્ટ સેવા આપી હતી. ત્રણેય સ્પર્ધાઓનાં કન્વીનર તરીકે રેશ્મા પટેલ (સી.આર.સી. મુળદ), પરેશ પટેલ (સી.આર.સી. પિંજરત) તથા વિજય પટેલે (સી.આર.સી. કરંજ) કામગીરી બજાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.