શિક્ષણનો ઉદ્દેશ હોલ નહીં, માહોલ બનાવવાનો છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

વિદ્યાર્થીઓને દિશા અને ગતિશીલતાનો પરિચય કરાવવો એ વાલી અને શાળાની સંયુક્ત જવાબદારી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી
HHFMC પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પાલેજ પાસે આવેલી HHFMC પબ્લિક સ્કૂલ, સીબીએસઇ અંગ્રેજી માધ્યમની શાળામાં દ્વિતીય વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીનચિશ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ડો. કિશોર સી પોરીયા, હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર, ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, વાલીઓ, વિદેશથી પધારેલા મહેમાનો તથા સામાજીક આગેવાનો સહિત અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા. મહાનુભાવો કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા શાળાના બાળકોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાથર્નાથી થયો હતો. ડો. કિશોર પોરીયા સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ, ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલ ત્રિશા જોનએ સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજુ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા મહેનત કરવી પડે છે. બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ શિક્ષણ અને કેળવણી છે. જે બાળકના જીવનના અભિન્ન અંગો છે, કલમમાં એટલી શક્તિ છે કે આખા વિશ્વને બદલી શકે છે. શાળા પરિવાર સાથે શૈક્ષણિક ટીમ અને વાલી મિત્રોના વિશ્વાસ બદલ પણ આભાર માની જણાવ્યું હતું કે, વિશ્વ ક્યાં પહોંચી ગયું છે અને આપણે ક્યાં છે તે વિચારવાનું છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ હોલ નહીં, માહોલ બનાવવાનો છે. માહોલ શિસ્તનો, આદરનો, સમજણનો અને એકતાનો. બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં આપણે નિમિત્ત બનીએ એમ તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ડો. કિશોર પોરીયા વાઇસ ચાન્સેલર, HNGU દ્વારા સંસ્થાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માન પત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન એવા ડો. કિશોર પોરીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે બાળકોને સારું શિક્ષણ જ સારો નાગરિક બનાવી શકે છે, અને પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનત બીરદાવી આભાર માનેલ હતો, આ કાર્યક્રમમાં દેશ વિદેશથી તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું, ત્યારબાદ સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, સંચાલન બાળકો તથા શિક્ષકો દ્રારા કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.