ખેલમહાકુંભ 2025 ની દોડ સ્પર્ધામાં રાજનગર પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની રશ્મિ ધર્મેશભાઈ રાઠોડે ઓપન કેટેગરીમાં ભાગ લઈ 200 મીટર દોડમાં તૃતિય ક્રમ જ્યારે 100 મીટર દોડમાં દ્રિતીય ક્રમ હાંસલ કરી ઓલપાડ તાલુકાનું અને રાજનગર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે.
અત્રે ઉલ્લેખનીય અને નવાઈની વાત એ છે કે આ દીકરીએ પી.એસ.આઈ.ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ તેની હરીફ સ્પર્ધકને પણ માત આપી હતી. શાળાનાં ઉપશિક્ષિકા અસ્મિતા પટેલની પ્રેરણાથી શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષક નિકુંજ પટેલ દ્વારા પ્રશિક્ષિત થયેલ આ દીકરીને શાળાનાં આચાર્ય જતીન પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત રાજનગર કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.