પત્રકાર એકતા સંગઠન તાપી દ્વારા પત્રકારોના દમનનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર કલેકટરને અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લોકડાઉન દરમિયાન પત્રકારો ઉપર દમનનો વિરોધ કરતુ આવેદનપત્ર આજરોજ પત્રકાર એકતા સંગઠન તાપી દ્વારા કલેકટરશ્રીને સુપરત કરવામાં આવ્યુ હતું.
પત્રકાર એકતા સંગઠન તાપી દ્વારા કલેકટરશ્રીને સુપરત કરવામાં આવેલ આવેદનપત્રમાં નીચેનાં મુદ્દાઓ ઉપર લાગણી અને માંગણી રજૂ કરી હતી.
આજે કોરોનાના મહા સંકટના કપરા કાળમા ન છૂટકે અમો પત્રકારોએ સરકારને આવેદનનાં માધ્યમથી અમારી વ્યથા, કથા કહેવાની ફરજ પડી છે. આપ સાહેબ અમારા જિલ્લા/ તાલુકા ના પત્રકારોનો સંદેશ સરકાર સુધી પહોંચાડવા નમ્ર વિનંતી કરીએ છીએ…
કોરોનાનું સંકટ તો વિશ્વ વ્યાપક છે, કોઈ દેશ,રાજ્ય કે જિલ્લો બાકી નથી. પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, વહીવટી કર્મીઓ આં જંગ સામે લડવા રાત દિવસ જોયા વિના ફરજ બજાવે છે.સરકારી જાહેરનામાથી માંડી તકેદારીની બાબતો સહિતની માહિતી આ મહા સંકટમાં પણ પત્રકારો જન જન સુધી પહોંચાડે છે..
સાડા છ કરોડ જનતા સુધી દરેક મેસેજ, કાર્યક્રમ, લોક ડાઉન, નીતિ વિષયક બાબતો ૧૦૦૦૦ જેટલા પત્રકારો પહોંચાડે છે. સરકાર ના મુખમાંથી ક્યારેય પત્રકારો માટે એક શબ્દ પણ ઉચ્ચારવામાં નથી આવ્યો,નથી તેને સંકટ સમયે કામ કરતા પડતી મુશ્કેલીઓ અંગેનું કોઈ માર્ગ દર્શન કે નથી કોઈ વીમાના પેકેજ મા સમાવેશ છતાં તંત્ર સાથે ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે..
ગુજરાત પોલીસ વડાને લાગણી પત્રકારો સાથે જોડાયેલી હોવાની પ્રતીતિ તેઓએ પ્રથમ પ્રેસમા કરાવી છે.છતાં ક્યાંય બધું ૧૦૦% નથી હોતું. વડોદરા કરજણમા પત્રકારો ઉપર થયેલ કેસમા પત્રકાર પાસે નિર્દોષ હોવાના પુરાવા હોવા છતાં, પોલીસ અને સરપંચની સાઠ ગાંઠથી કેસ કરવામાં આવ્યા છે.
ભરૂચ મા પત્રકારો ઉપરના કેસમા એક પણ પત્રકાર દોષિત પ્રથમ દ્રષ્ટિએ નથી,પણ મહિલા નું ટોળું લોક ડાઉન હોવા છતાં, બંદોબસ્ત હોવા છતાં પોલીસ સ્ટેશનમા પહોંચી ગયું, પોતાની ભૂલ ઢાંકવા પત્રકારો ઉપર કેસ કરવામાં આવ્યા છે.
રાજકોટના એક પ્રસિદ્ધ અખબાર માલિકને એક પોલીસ ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. ઘટનાઓની વિગત સાથે પોલીસ વડાને પત્ર લખ્યો છે, કોઈ વિવાદ સર્જાય તે પહેલાં નિર્ણય થાય તે જરૂરી છે..
નવસારી ના એક પી.એસ.આઇ.ની પત્રકાર સાથે રોફ જમાવી,દમ દાટી મારતી ઘટના મા પી.એસ.આઇ ના મોઢે થી નીકળેલા શબ્દો મોટું કમઠાણ સર્જી શકે તેવા છે. સ્થાનિક સંગઠનો એ આવેદન પણ આપ્યા છે..
તાજેતરમાં અમદાવાદનાં એક નાના પત્રકાર ઉપર રાજદ્રોહની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. તેના દ્વારા કોરોના ને લાગતી કોઈ અફવા ફેલાવવામાં નથી આવી. સત્તા પરિવર્તન માટેની અટકળો કે લોક મુખે થતી ચર્ચાઓ કે કોઈ આગમવાણીથી દેશ કે રાજ્ય ને કોઈ નુકસાન નથી.
મનસુખભાઈ તો ઘણા સમયથી મુખ્ય મંત્રી થવા થનગને છે. રૂપાલા સાહેબ વિશે પણ અટકળો વહેતી થઈ છે,અનેક વાર મુખ્ય અખબારો કે ચેનલો માં પણ તેની પ્રસિદ્ધિ થઈ છે, રાજકીય ગતી વિધિ બાબતે અવાર નવાર લખાતું હોય છે. અને રાજકીય ખુરશી કોઈનો અમર પટ્ટો પણ નથી..
સત્તા મા ભાજપ કેશુભાઈ પટેલ ના નેતૃત્વ મા આવ્યું,છતાં પાંચ વર્ષ પૂરા નથી થયા..આનંદી બેન ને પણ રાતોરાત હટાવવા મા આવ્યા છે..જેવી રીતે રૂપાણી તૈયાર સત્તા મા આવ્યા છે..એવી રીતે તૈયાર સત્તા છોડી અનેક ને જવું પડ્યા નો ઇતિહાસ છે..
કોરોના ની કામ ગિરિ મા રૂપાણી સરકાર સામે આંગળી ચિંધવાં નો ગુજરાત ના દરેક નાગરિક ને અધિકાર છે. મોદી સાહેબ નાં ગુજરાત ની આબરૂ ને ભ્રષ્ટાચાર નંબર -૨ અને કોરોના કેસની સંખ્યા મા નંબર -૨ બનાવ્યું છે.. આ સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે તેવી છે..
અમારી ગુજરાત આખા ના પત્રકારો ની માંગ છે કે,પોતાની નિષ્ફળતા છુપાવવા કોઈ અધિકારી કે સરકાર પત્રકારો ને ફસાવી ન શકે,પ્રજા સાથે નો વ્યવહાર પત્રકાર સાથે ક્યારેય ન હોય..અમોએ રજૂ કરેલા પત્રકારો સાથે ના કેસ ની ઘટનાઓ ની પોલીસ વડા નિષ્પક્ષ તપાસ કરાવે અથવા આરોપી બનેલા પત્રકારો ને સાંભળી સત્ય જાણી તેની સમીક્ષા કરે,અને દોષિત ન હોય તેના ઉપર ની ફરિયાદ માંડવાળ કરવામાં આવે..
નેતા હોય, અધિકારી હોય, પત્રકાર હોય કે સામાન્ય નાગરિક હોય “માણસ માત્ર ભૂલને પાત્ર” ભૂલો કામ કરે તેનાથી થાય, અમારો કોઈના સામે આક્ષેપ નથી,પણ પોલીસ વડાનું પત્રકારો માટેનું વલણ એક નવો વિશ્વાસ ઉભો કરનારું છે, નિવૃત્તિ પહેલા આ ચાર ઘટનાઓની સમીક્ષા થાય તે ખૂબ જરૂરી છે…
અમારું સંગઠન ક્યારેય સાચા દોષિતો ની તરફેણ નથી કરતું. અને દોષિત પત્રકારો ને મદદ પણ નથી કરતું.. પત્રકાર નો અવાજ દબાવવા ક્યાંક પ્રયાસ થયો હોય તેવું, અમારી પ્રાથમિક પૂછ પરછમા સામે આવ્યું છે..
આ રાજ્ય કે દેશમાં વિશેષણો વાળા દુઃખી છે, ખાસ વિશેષણ ખેડૂત ને મળ્યું છે, “જગત નો તાત” અને ખાસ વિશેષણ પત્રકારો ને મળ્યું છે,”ચોથી જાગીર” બેઉ દુઃખી છે..
અમારી રજૂઆતનો અભ્યાસ કરી, તેની સમીક્ષા થાય,પત્રકાર નિર્દોષ હોય તો ન્યાય મળે, ખોટી કલમો કે કાયદાનો ભોગ નિર્દોષ ન બને એટલી માનવતા દાખવવા નમ્ર રજૂઆત છે. આ આવેદન ધૂળ ખાતી ફાઈલમાં દબાઈ ન જાય,કચરા ટોપલી મા ન જાય, લોકોમા ઊભી થયેલી આ માન્યતા દૂર થાય એવો વિશ્વાસ રાખીએ છીએ…જરૂર પડ્યે રૂબરૂ આવી આં કામમા મદદની ખાતરી આપીએ છીએ…

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *