માઁ શિવદૂતી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાગરખેડૂ સાયકલ રેલીમાં ભાગ લીધો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગ દ્રારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,વલસાડ દ્રારા સંચાલિત સાગરખેડૂ સાયકલ રેલી ૨૦૨૪-૨૫ યોજાઈ હતી. સાગરખેડૂ સાયકલ રેલી તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૧૦/૦૧/૨૦૨૫ દરમ્યાન નારગોલ, ઉમરગામ(વલસાડ) થી દાંડી(નવસારી) સુધી યોજાઈ હતી. જેમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ,વ્યારાની (૧) વસાવા મહેશશ્વરી ભાંગાભાઈ (૨) વસાવા જયશ્રી તાનાજીભાઈ (૩) ચોર્યા રીપ્કા સોમાભાઈ (૪) ચૌધરી નેન્સી નીતિનભાઈ (૫)પટેલ સાનીયા મહેશભાઈ (૬) પટેલ જૈનિકા તરલભાઈ વિદ્યાર્થીની બહેનોએ સફળતા પૂર્વક ભાગ લીધો હતો. વલસાડના ઈ.ચા. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હેમાલીબેન જોષીએ આ સાયકલ રેલીનું ઉદઘાટન કરી વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ રેલી દરમ્યાન ઉંમરગામ, નારગોલ, ઉદવાડા, કલગામ, કાલભૈરવ મંદિર, મારતિનંદન વન, ઉમરસાડી, દમણ, તીથલ, દાંડી સુધીના કાંઠા વિસ્તારમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતુ. તાલીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં ચેરમેનશ્રી અજયસિંહ રાજપુતે વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *