અભૂતપૂર્વ એકતા- માનવતાના માહોલમાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન
૧૫ દિવસ ભક્તિ- ભાવ તથા અધ્યાત્મનો અનેરો મહિમા, હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરૂ મહત્વ હોય લાંબી કતારો જોવા મળી.
સમગ્ર માનવસમાજ માટે આ ગાદીના સંતોના પ્રેરણાદાયી કાર્યોની નોંધ વિશ્વ સ્તરે લેવાય છે.
સેંકડો વર્ષોથી ચાલતી પરંપરામાં શિક્ષણ, વ્યસન મુક્તિ, અધ્યાત્મ અને એકતાના સંદેશથી લાખો લોકોના જીવન ઉન્નતીના રાહે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ, કોમી- એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી (ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા) ચિશ્તીયા નગર ખાતે પોષ સુદ એકમથી ૧૫ દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ ગત તારીખ 31/12/ 2024 થી થયો હતો, તા 15/1/25 ના અંતિમ દિવસ હોય, વહેલી સવારથી જ મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તીની મુલાકાત- આશીર્વાદ માટે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા, મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંબંધ ધરાવતી દરગાહો વિવિધ સ્થળોએ આવેલી છે, પરંતુ ગાદી તરીકે ફક્ત મોટામિયાં માંગરોલની વડિલ સંતોએ સ્થાપના કરી મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હોય, આ ૧૫ દિવસ દરમિયાન હાજરીનું અને હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરૂ મહત્વ હોય મુલાકાતીઓની લાંબી કતારો જોવા મળી હતી, સંતોની આજ્ઞા અનુસાર અહીંના ગાદીપતિએ જીવનપર્યત અનેક ચોકકસ નિયમાનું પાલન કરી લોકસેવા કરવાની હોય છે, જે હાલના એકમાત્ર અધિકૃત ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબ પૂર્વજોની પગદંડીને અનુસરી કરી રહ્યા છે, અત્રે નોંધવું જરૂરી છે કે, આ હિંદુ-મુસ્લિમ સહિત વિવિધ કોમના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, સમગ્ર પંદર દિવસ દરમિયાન લાખોની સંખ્યામા માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું, સેંકડો વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. સૌ માટે લંગર- ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પંદર દિવસ દરમિયાન માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકી સાહેબ તથા તેઓના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખૂબ જ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો, આ સાથે મોટામિયાં માંગરોળ ગ્રામજનો, તમામ દેશ તથા વિદેશથી આવેલ અનુયાયીઓ, વિવિધ સરકારી-અર્ધસરકારી વહિવટી વિભાગ, સામાજીક-ધાર્મિક આગેવાનો, પત્રકારો સહિત સ્વયં સેવકોની સેવાને બિરદાવી ખુબ જ સારા સહકાર બદલ વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ દરેકનો આભાર માની દુઆ કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.