માયપુર ગામ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ મૌકુફ રાખતું વહિવટી તંત્ર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ નહિ નોંધાતા માયપુર ગામ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ અમલમાં રહેશે નહી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તા; 12;  વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં માયપુર ગામનાં નીચે જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ છે.

ગામનું નામ માયપુર, કુલ વસ્તી ૧૧૭૧, કુલ કુટુંબ ૨૭૧, કુલ ફળિયા ૦૬. ચૌધરી ફળિયુ કુલ કુટુંબ- ૩૦ કુલ વસ્તી- ૧૩૧. નિશાળ ફળિયુ કુલ કુટુંબ- ૫૩ કુલ વસ્તી – ૨૩૨. ભાઠી ફળિયુ કુલ કુટુંબ- ૯૪ કુલ વસ્તી – ૪૦૯. દાદરી ફળિયુ કુલ કુટુંબ- ૧૮ કુલ વસ્તી – ૭૬. દવાખાનું ફળિયુ કુલ કુટુંબ- ૨૨ કુલ વસ્તી – ૮૬. પટેલ ફળિયુ કુલ કુટુંબ- ૫૪ કુલ વસ્તી – ૨૩૭.

ઉકત વિસ્તારમાં મળી આવેલ ૧ (એક) કોરોના પોઝીટીવ વ્યકિતની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ મળી આવેલ નથી.

જેથી શ્રી આર.જે.હાલાણી, (આઈ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં માયપુર ગામનાં ઉકત જણાવેલ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરતો હુકમ તા.૧૨/૦૫/૨૦૨૦થી અમલમાં રહેશે નહીં. આ ઉપરાંત અત્રેથી વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *