તાપી જિલ્લાની કુલ ૦૭ આઇટીઆઈના તાલીમાર્થીઓ માટે જિલ્લા કક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૯. ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે બે દિવસની જિલ્લા કક્ષાની કૌશલ્ય સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. જેમાં સમગ્ર તાપી જિલ્લાની કુલ ૦૭ આઈ.ટી.આઈ ના અંદાજીત એક હજાર જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તદન નવા પ્રકારની આ સ્પર્ધામાં ૦૨ પ્રકારની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં લાઇવ ટાસ્ક કોમ્પીટિશન અને વર્કિંગ મોડેલ/પ્રોજેક્ટ કોમ્પીટિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બંને પ્રકારની કોમ્પીટિશનમાં કુલ ૧૧ ગ્રુપ જોડાયા હતા. કાર્યક્રમનાં મુખ્ય અતિથી શ્રીમતિ એ.પી.પટેલ (નાયબ નિયામક-તાલીમ પ્રાદેશિક કચેરી સુરત) પધારેલ હતા. સુરત રીજીયનની અન્ય નોડલ આઈ.ટી.આઈનાં આચાર્યશ્રી તથા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, સરકારી પોલીટેક્નીકનાં આચાર્યશ્રી, ડેપો મેનેજરશ્રી (GSRTC) ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી. એમ.એસ.પટેલ (આચાર્ય વર્ગ-૧) નાં માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના સાત તાલુકાના આઈ.ટી.આઈ નાં આચાર્યશ્રીઓ તથા સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ માટે પીડિલાઈટ, ટેક સન બાયો ગ્રીન એનર્જી પ્રા.લી અને રિયલટેક લાઈફ કેર પ્રા.લી. બંનેના આર્થિક સહયોગથી આયોજીત કરવામાં આવી હતી.
00000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.