ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ

Contact News Publisher

હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૮: ઉકાઈના પાથરડા ગામે આવેલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ હતી. ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત આ બેઠકમાં સોનગઢ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

રાજ્યપાલશ્રીનું ઉકાઇ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા તાપી જિલ્લાના પ્રસિદ્ધ એવા વારલી પેઇન્ટિંગ અને મિલેટ બાસ્કેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિના અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોની આવક વધે તેઓનું જીવન સ્તર ઊંચું આવે તેઓ સમાજની મુખ્યધારામાં જોડાઇ તે માટે ગુજરાત સરકાર અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવામાં આવી રહી છે. આવનારો યુગ પ્રાકૃતિક ખેતીનો આવશે એમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. રાસાયણિક ખેતીથી જમીન પથ્થર જેવી કડક થઈ જાય છે અને બિનઉપજાઉ બની રહી છે, પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે. અને સાથે ઉત્પાદન પણ વધશે એ બાબતે વિગતવાર જણાવી રાજ્યપાલશ્રીએ સૌને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ટકોર કરી હતી.

પોતાના વક્તવ્યમાં દેશી ગાય અને પશુપાલન વિશે રાજ્યપાલશ્રી એ ખાસ ભાર મુકતા ઉમેર્યું હતું કે, ખેડૂતો સરકારશ્રીની ખેતીવાડી,આત્મા અને પશુપાલન વિભાગની યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

પોતાના વક્તવ્યના અંત ભાગમાં રાજ્યપાલશ્રી એ સવિશેષ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતરની ફળદ્રુપતા વધારી ઉપજ વધારી શકાય છે. અને આજ બાબતને કેન્દ્રબિંદુ રાખી કેન્દ્રિય બજેટમાં પ્રાકૃતિક કૃષિને મહત્વનું સ્થાન અપાયું છે.

આ સમારંભમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સંસ્થાના આયોજકશ્રીઓ શ્રી પી.પી સ્વામી-ડાંગ, શ્રી પી. સી સ્વામી-નવસારી, શ્રી જયેશભાઈ પટેલ, ડો. સી.કે ટીંબડીયા, શ્રી યોગેશ ગામીત, તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, સમગ્ર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
0000000000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other