ડાંગ જીલ્લાની પ્રાકૃતિક ખેત પેદાશોનુ ભારતીય ટપાલ સેવા અને ઓનલાઇન માધ્યમથી વેચાણ કરવા માનનિય કુલપતિશ્રીનો અનુરોધ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇમાં ચાલતી વિવિધ વિસ્તરણ તાલીમ પ્રવૃતિઓમા આણદ કૃષિ યુનિવર્સિટી, આણદના માનનીય કુલપતિશ્રી ડો. કે. બી. કથીરિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા અને સાથે સાથે સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના માનનીય કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની ઉપસ્થિતિમાં ૦૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ, કૃષિ મહાવિધ્યાલય, વઘઇ, NGO, FPO અને સખી મદળની મુલાકાત લીધી. આ મુલાકાતમાં ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેત ઉત્પાદકોના વેચાણ વ્યવસ્થાપન માટે ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન સર્વિસના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું વેચાણ આંતરિયાળ વિસ્તારમાં થઈ શકે તેની ભલામણ કરવામાં આવી હતી, આ ભલામણથી FPO, NGO અને સખી મંડળના માર્કેટિંગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે. વધુમાં તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીનો વ્યાય વધે તે માટે સૂચન કર્યું હતું. ત્રણેય કૃષી યુનિવર્સિટી ના કુલપતિશ્રી દ્વારા ડાંગ જિલ્લાની વિવિઘ એન.જી.ઓ., એફ. પી. ઓ., સખી મંડળ અને ફાર્મર ફિલ્ડ ની મુલાકાત કરવામા આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.