સોનગઢ તાલુકામાં નવા રોડ બનાવવા માટે ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ખાંભલા, ઘસીયામેઢા અને ભાણપુર રોડના ખાતમુહૂર્ત કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨. તાપી જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તક આજરોજ રોડને લગતા વિવિધ ખાત મુહુર્ત કરવામાં આવ્યા. માન. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, રાજ્ય કક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ, ના હસ્તે સોનગઢ તાલુકામાં વિવિધ ત્રણ ગ્રામીણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમાં માંડળ- ખાંભલા રોડનું ૭ કિ.મીના માર્ગ, ઘાસીયામેઢાના ૫ કિમી, ભાણપુર એપ્રોચ રોડનું ૩.૬ કિમી કુલ મળીને ૧૫.૪૦ કિમી જેટલા રોડ બનાવવા માટે કામ શરુ કરવામાં આવશે જેનો અંદાજીત ખર્ચ ૫ કરોડ જેટલો થશે. આ રોડના નવીનીકરણ, રિસરફેસિંગ અને કન્સટ્રકશન માટે ખાતમુહુર્ત મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષપદે ગત રોજ ત્રણે સ્પોટ પર કરવામાં આવ્યા. દરમિયાન શાળાની બાલિકાઓ સાથે પણ મંત્રીશ્રીએ વાર્તાલાપ કર્યો હતો.
આ ખાતમુહૂર્ત નિમિતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઇ એ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ માંગણી હતી જે સંતોષવામાં આવી છે. બસોની અવાર જવરની પણ તકલીફ હતી. સુરતથી સોનગઢ બસ વાયા ઘાસીયામેઢા થઈને શરુ થાય તેવા પ્રયત્નો પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. અવર જવર કરતા લોકો ખાસ કરીને ખેડૂતો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોનેઆ રસ્તો ખુબ જ ઉપયોગી થશે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વધુ લાભકારી બનશે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સંકલ્પને આપણા દરેક જિલ્લા અને તાલુકા સુધી વિકાસના કામો થાય તે સુનિશ્ચિત કરવા કમર કસી છે. આજે આપણા અંતરિયાળ તાલુકાઓ અને ગામડાઓ સુધી દરેક જગ્યાએ રોડ નવા બની ગયા છે. આજે દરેક ગામની રોનક બદલાઈ છે.
00000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.