તાપી જીલ્લામાં નેશનલ રોડ સેફટી મંથ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ગુજરાત સરકાર દ્વારા નેશનલ રોડ સેફટી મંથ-૨૦૨૫ ની તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી ઉજવણી કરવા સુચના આપવામાં આવેલ હતી.
જે અંગે તાપી જિલ્લાના R.T.O. કચેરી દ્વારા આયોજીત નેશનલ રોડ સેફટી મંથ-૨૦૨૫ ના કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જીલ્લાના કલેકટરશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ,મ તથા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, તાપી તેમજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, જીલ્લા ટ્રાફિક શાખા, તાપી અને તેમનો સ્ટાફ અને ૧૦૮ ના કર્મચારીઓ તથા વાહન માલિકો તથા વાહન ડીલરો મળી હાજર રહેલ કુલ- ૧૫૦ લોકો હાજર રહેલ જેઓને રોડ અકસ્માત બનતા અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી તમામને શપથ લેવડાવવામા આવ્યા, ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવી, હેલ્મેટોનુ વિતરણ કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની સુચના આપી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.