લોક સંઘર્ષ મોર્ચા સંગઠનથી ઉત્તરપ્રદેશથી તાપી આવેલ જીગ્નેશ મેવાણીના PA દ્વારા આદિવાસી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવ્યા હોય આદિવાસીઓમાં આક્રોશ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આંદોલનકારી અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાજપ સરકાર વિરુદ્ધ બોલે છતા સરકાર જીગ્નેશ મેવાણી સામે ચુપ રહે છે ? ક્યાંક સરકારને જીગ્નેશ મેવાણી ની જરૂર છે ? કે કોઈ છુપી સમજુતિ હેઠળ આ રહેમનજર છે ? હાર્દિક અનેક વાર જેલ જાય , અલ્પેશ ચુપ ચાપ ભાજપમાં જાય પણ જીગ્નેશ મેવાણી ને સામે તક હોય છતા ભાજપ બોલે નહી તો શંકા તો જાય!
તારીખ ૧૯ ડિસેમ્બર ના રોજ છાપી , વડગામ માં CAA/NRC મુદ્દે વિરોધ પ્રદર્શન નું આયોજન થયું. પોલીસ મંજૂરી રદ્દ થયા બાદ પણ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું જે દરમિયાન ટોળા દ્રારા પોલીસ ની ગાડી ઊથલાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા તેના વિડિયો સોસિયલ મિડિયા માં વાયરલ થયા.ભાજપ સામે બોલતા રહેતા કોંગ્રેસ ના ટેકા થી જીતેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના મત ક્ષેત્ર ની આ ઘટના હતી.જે બાદ અનેક આરોપીઓ ની ધરપકડો થઈ છતાં ભાજપે તેને મુદ્દો બનાવ્યો નહી.જીગ્નેશ મેવાણી બિલકુલ ચુપ થઈ ગયા આ મુદ્દે તેઓ કોઈ વાત પણ કરી નહી.
તેમના PA (આસિસ્ટન્ટ) અને વડગામ ના અનેક નાગરિકો સામે પોલીસે ગુના દાખલ કર્યા છતા જીગ્નેશ મેવાણી જે સમગ્ર દેશમાં ભાજપના અત્યાચાર કે અન્યાય સામે અવાજ ઊઠાવવા પ્રચલિત છે તે આ મુદ્દે મૌન થઈ ગયા હતા.અનેક મહિનાઓ ના જેલવાસ બાદ મતક્ષેત્ર ના મોટા ભાગના લોકો ના કોર્ટે જામીન આપી દીધા પરંતુ જીગ્નેશ મેવાણી ના PA અમરનાથ ને જામીન આપવામાં આવ્યા નહી.જે બાદ પોલીસે ૭ મેં ૨૦૨૦ ના રોજ અમરનાથ સામે છાપી , પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કે આરોપીએ પોતાની જાતિ અટક પોલીસ રેકોર્ડ ઊપર ખોટી લખાવી છે તથા ચુટણી કાર્ડ , અને આધારકાર્ડ માં પણ દસ્તાવેજો બનાવવામાં ગુન્હાહિત પ્રવ્રુતિ કરવામાં આવી છે .જે તપાસ માં FIR નો અભ્યાસ કરીએ તો જણાય કે જીગ્નેશ મેવાણી નો PA જે અમરનાથ વસાવા તરીકે પોતાની ઓળખ આપતો હતો અને સરકારી દસ્તાવેજો માં પણ તેણે આદિવાસી તરીકેની ઓળખ ઊભી કરી છે.જે મુળ જન્મે ગુપ્તા છે છતા વસાવા આદિવાસી તરીકે પોતાની ઓળખ બનાવી હતી.જે બાબતે છાપી પોલીસે હાલ તો FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ મુદ્દો રોમેલ સુતરિયા એ આ બાબતે સોસિયલ મિડિયા માં પોતાના વિચારો રજુ કરતા આદિવાસીઓ માં અને ખાસ યુવાનોમાં આ બાબતે જીગ્નેશ મેવાણી ના મૌન ને લઈ ને આક્રોશ જોવા મળી રહ્યો છે.ઘણા લોકો કહેવા લાગ્યા ભાજપ આ મુદ્દે જીગ્નેશ મેવાણી ને ઘેરી લેશે પણ ભાજપે તેવી કોઈ નીતિ અપનાવી નહી પરિણામ તો તે આવ્યું આદિવાસી યુવાનો આવેદન આપવા લાગ્યા,ફરિયાદો થવા લાગી પણ જીગ્નેશ મેવાણી પણ સ્પષ્ટતા કરવા જાહેર માં દેખાયા નહી કે ભાજપ ના કોઈ નેતા એ આ બાબતે એક શબ્દ પણ ઉચ્ચારણ કર્યો હોય.લોક સંઘર્ષ મોર્ચા જે સંગઠન થી તાપી જીલ્લામાં અમરનાથે પ્રવેશ કર્યો તે પણ અમરનાથ ના પક્ષ મા કે વિરોધ માં એક શબ્દ પણ ઉચ્ચારણ કર્યું નથી જે બાબત પણ ચર્ચા નો વિષય બની છે.
ભાજપ સામે સતત અવાજ ઊઠાવતા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે બોલવાની આવી તક ભાજપ ગુમાવે તે માનવા જેવી બાબત જણાતી નથી.છતા હવે તો જોવાનું રહ્યું કે રોમેલ સુતરિયા એ પણ જાહેર માં મેવાણી ની સામે અવાજ ઊઠાવ્યો છે અને આદિવાસી યુવાનો માં પણ જીગ્નેશ મેવાણી વિરુધ આક્રોશ જોવા મળી રહ્યો છે.
જીગ્નેશ મેવાણી કે ભાજપ આ બાબતે એક પણ શબ્દ જાહેર માં બોલશે કે રાજકીય સાઠગાંઠ માં સમગ્ર મુદ્દા ઊપર મેવાણી અને ભાજપ બંન્ને મળીને પાણી ફેરવી દેશે.ભુતકાળમાં પણ જીગ્નેશ મેવાણી ભીમા કોરેગાવ ઘટના માં આરોપી બન્યા બાદ સમગ્ર મામલો કાયદાકીય રીતે જ થાળે પાડી દેવામાં આવ્યો હતો.નિર્દોષોને ભાજપ સરકાર હેરાન કરે છે તેવી દલીલ કરનાર જીગ્નેશ મેવાણી ને સરકાર જાહેર માં બોલવા દે છે જ્યારે અન્ય સાથે શું વર્તન થાય છે તે જીગ્નેશ મેવાણી વધું સારું સમજાવે છે.છતા રાજકારણ જોઈએ તો મેવાણી ના PA અમરનાથ ગુપ્તા દ્રારા ખોટા આદિવાસી દસ્તાવેજો બનાવી આદિવાસી ઓળખ ઊભી કરવાના ગુન્હાહિત કાવતરા ઊપર ઠંડું પાણી રેડવામાં આવશે કે કેમ તે હવે સમય જ બતાવશે હમણાં તો સમગ્ર મામલે આદિવાસી યુવાનો અને વિસ્તારમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.