નિઝરના સરવાળા ગૃપ ગ્રામ પંચાયતનાં ગ્રામજનો દ્વારા ટી.ડી.ઓ.ને રોજગારી ભથ્થું આપવા માંગ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત સરવાળામાં સમાવેશ ચિચોદા, શેલું ગામના ગ્રામજનો દ્વારા સરવાળા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીને અરજી કરી નરેગા યોજનામાં ગરીબ લોકોને ૧૦૦ દિવસની રોજગારી મળે એવી માંગણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ (નરેગા યોજનામાં ) ૧૦૦ દિવસની રોજગારી મળે એ હેતુથી સરકારશ્રી દ્વારા મનરેગા યોજનામાં ગરીબ લોકોને રોજગારી મળી રહે એ માટે યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ તલાટી અરજીના ૨૧ દિવસ થવામાં આવેલ હોય અને અરજી પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોય તો તલાટીની જવાબદારી કેટલી ? નરેગા યોજનામાં રોજગારી મળે એ માટે ચિચોદા અને શેલું ગામના ગ્રામજનો દ્વારા રોજગારી મળે હેતુથી ગ્રુપ ગ્રામપંચાયત સરવાળાના તલાટીને અરજી કરવામાં આવેલ હતી. પરંતુ હાલમાં આ અરજીને ૨૧ દિવસ થવામાં આવેલ છે છતાં પણ ગ્રામજનોને નરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં તલાટી અસમર્થ રહ્યા છે ?! એવું લાગે છે કે સરવાળા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી ગરીબોને રોજગારી આપવા માંગતા નથી એવું લાગી રહ્યું છે. ગ્રામજનોએ તલાટી પર નરેગા યોજના હેઠળ રોજગારી ન મળતા આખરે નરેગા યોજનામાં રોજગારી મેળવવા માટે નિઝર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ફરી એક વાર ગ્રામજનો દ્રારા નરેગા યોજનામાં રોજગારી મળી રહે એ હેતુથી અરજી આપવામાં આવી છે. નરેગા યોજના હેઠળ કામોની માંગણી ગ્રુપ ગ્રામપંચાયત સરવાળાના તલાટી પર કરવામાં આવી હતી. અને નરેગા યોજના હેઠળ કામોની માંગણી કર્યા પછી ૨૧ દિવસ થયા છે. તેમ છતાં ગ્રામજનોને ગ્રુપ ગ્રામપંચાયત સરવાળાના તલાટી દ્રારા કામ આપવામાં આવેલ નથી. કાયદા મુજબ કામની માંગણી કર્યા પછી ૧૫ દિવસ સુધીમાં કામ આપવાની જોગવાઈ છે. પરંતુ કામ આપવામાં આવેલ નથી. એ માટે ગ્રામજનોને ગ્રુપ ગ્રામપંચાયત તરફથી આજ દિન સુધી કામ આપવામાં આવેલ નથી. જેથી ગ્રામજનોને નરેગા યોજના હેઠળ બેરોજગારી ભથ્થું આપવામાં આવે એવી તાલુકા વિકાસ અધિકારી પર માંગણી કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.