જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાના વિધાર્થીઓની કરાટેમાં વિશિષ્ટ સિદ્ધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ અને ૧૫ ડિસેમ્બરના રોજ રોયલ કરાટે કપ shotocan international karate ; Do organization India સ્પર્ધાનું આયોજન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્ટેડિયમ વડોદરા ખાતે કરવામાં આવ્યુ હતું.
અલગ અલગ કેટેગરીમાંથી કુલ ૭૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૩ ગોલ્ડ ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર શાળા અને તાપી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
શાળાના ટ્રસ્ટીશ્રી નયનસર આચાર્ય શ્રીમતી નીકિતાબેન પટેલ ઉપરાંત શિક્ષકગણે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ ઉપરાંત કરાટે કોચ શ્રી સંજયભાઈને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.