રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ સાથે તાપી જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી
ભારત રત્ન શ્રધ્ધેય શ્રી અટલજી ની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે દિવ્ય ચેતનાને વંદન કરતા માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ઃ ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય શ્રી અટલજી ની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરતા માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત ‘મારી યોજના”નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું હતું. વર્ષ ૨૦૧૪થી વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સુશાસન દિવસને વધુ લોકોપયોગી બનાવવા આહવાન કર્યું હતું. અમૃતકાળમાં બંધારણની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં મોટા સંકલ્પ સાથે આગળ વધરવાનો સંકલ્પ કરયો છે ત્યારે નાગરિક અને સરકાર પોતાના કર્તવ્યનું પાલન કરે. વડાપ્રધાનશ્રીએ ડીજીટલાઈઝેશનનું નવુ સ્વરૂપ આપ્યું છે. અને છેવાડાના લોકો સુધી લાભ પહોંચે છે. પરિણામે ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વાગત ૨.૦ ઓનલાઈન પોર્ટલને ટેકનોલોજી સાથે જોડીને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મારી યોજના થી રાજ્યકક્ષાથી ગ્રામ્યકક્ષા વચ્ચે સોશિયલ મીડિયા માધ્યમથી સરકારની યોજના જન જન સુધી પહોંચશે તેમજ સાચો ફિડબેક મળશે.
ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સંકલનના તમામ અધિકારીઓને સુશાસન દિવસને સાકાર કરવા માટે ટેકનોલોજીથી સુસજ્જ બનવા અનુરોધ કર્યો હતો.
સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભૂજ ખાતે સ્થાપિત દેશની સૌથી મોટી સ્પેશ ઓબ્ઝર્વેટરી,સ્પીપા દ્વારા તૈયાર થયેલ iGOT કર્મયોગી પોર્ટલ,૧૦૦ કૌશલ્ય ડ્રોન,સોલીડ વેસ્ટ ક્લસ્ટરનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાપી જિલ્લા સંકલનના અધિકારીઓ/કર્મચારીઓ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.