સુશાસન દિનની ઉજવણી વ્યારા પીજીડીસીએ સ્ટડી સેન્ટર,વ્યારામાં કરવામાં આવી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર, તાપી અને માય ભારત-તાપી દ્વારા પીજીડીસીએ સ્ટડી સેન્ટર, વ્યારા દ્વારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલમાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર(રાજય સરકાર)નાં સામાજિક કાર્યકરશ્રી મરિયમબેન ગામીત હાજર રહયાં હતા. NYV વરૂણ રાજપુતે અટલ બિહારી વાજપેયીજીના રાજનૈતિક જીવન,તેઓના પ્રધાનમંત્રીના કાર્યકાળમાં પોખરણ ખાતે કરેલ પરમાણું બોમ્બ પરિક્ષણ વગેરેની ચર્ચાઓ કરી હતી.વધુમાં, સુશાસન દિવસનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ૨૦૧૪માં અટલ બિહારી વાજપેયજીના જન્મ જયંતિ નિમિતે સુશાસન દિવસ (Good Governance Days) તરીકે ઘોષિત કર્યુ હતુ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન DYO સચિન શર્માના માર્ગદર્શન હેઠળ થયુ હતુ.
સુશાસન દિવસની ઉજવણીનાં કાર્યક્રમમાં પીજીડીસીએ સ્ટડી સેન્ટર તેમજ માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં શિક્ષકો ઢોડિયા વૈશાલીબેન, પરમાર પલ્લવીબેન, ગામીત કિંજલબેન, ગોહિલ કુંજલબેને સુશાસન દિવસ વિશે પોતાનુ વકતવ્ય આપ્યું હતુ. અંતે માનસીબેન ટંડેલે આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.