તાપી જીલ્લાના કુકરમુંડા પો.સ્ટે.ના ચોરીના બનાવની ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી કુકરમુંડા પોલીસ / લોકલ ક્રાઇમ બ્રાંચ તાપીની ટીમ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : પો.ઈન્સ.શ્રી વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મીલ્કત સંબંધી ગૂનાઓ અટકાવવા પ્રયત્નો કરેલ.
કુકરમુંડા પો.સ્ટે.માં નોંધાયેલ ચોરીનો ગુનો તા.૨૨/૧૨/૨૦૨૪ દાખલ થયેલ છે. આ ગુનો તા.૨૨/૧૨/૨૦૨૪ કલાક- ૧૭/૧૫ વાગ્યાના સુમારે ફુલવાડી સુગર ફેકટરી પાછળ આવેલ કાચા રસ્તા પાસે ફરીયાદી અનીલભાઇ શ્રીચંદ માખીજા રહે નંદુરબાર (મહારાષ્ટ) વાળા ઉભા રહી સાઈડમા જતા કોઇ અજાણ્યા ઇસમો ફરીયાદી પાસેના ઇલેકટ્રીકલ સર-સામાનના ઉધરાણીના રૂપિયા આશરે ૮૦,૦૦૦/- કે, જે એક કાપડની બેગમાં મોટર સાયકલ ઉપર ભરાવેલ હતી. જે કાપડની બેગ લઇ ભાગી જઇ ગુનો આચરેલ છે.
આ ચોરીના ગુના કામે કુકરમુંડા પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ તાપીની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચોરીને અંજામ આપનાર મોટર સાઈકલ લઈને તલોદાથી મહારાષ્ટના અકકલકુવા બાજુ જઈ રહેલ છે, જે કુકરમુંડાની આશ્રવા ચેક પોસ્ટથી પસાર થનાર છે. જેથી આશ્રવા ચેક પોસ્ટ પર પોલીસ ગોઠવી દઈને બે મોટર સાઈકલ પર આવેલ આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલની રોકડ રૂપીયા કબ્જે કરવામા આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ
(૧) રોકડ રૂપિયા ૫૭૧૫૦/-
(૨) યામાહા FZS મોટર સાઇકલ કિ.રૂ.૧૦૦૦૦૦/-
(૩) સી.ડી.ડિલક્ષ મોટર સાઇકલ કિ.રૂ.૮૦૦૦૦/-

કુલ કબજે કરેલ મુદ્દામાલ કિ.રૂ.૨૩૭૧૫૦/-
પકડી પાડેલ આરોપીનુ નામ સરનામા:-
(૧) નિલેશભાઇ લક્ષ્મણભાઇ પાડવી ઉ.વ.૧૯ રહે,કરજકુંપા તા.જી.નંદુરબાર (મહા.)
(૨) અર્જુનભાઇ વસંતભાઇ ઠાકરે ઉ.વ.૨૫ રહે,કરજકુંપા તા.જી.નંદુરબાર (મહા.)
(૩) દિલીપભાઇ ભરતભાઇ પાડવી ઉ.વ. ૪૩ રહે,આદિવાસી વસ્તી નલવેગામ, તા.જી.નંદુરબાર (મહા.)
(૪) ઉમેશભાઇ ભદ્રેશભાઇ ગાવિત ઉ.વ. ૨૦ રહે,નલવેગામ, તા.જી.નંદુરબાર (મહા.)
(૫) મંગલ ઉર્ફે પિંટ્યા શંકરભાઇ વળવી ઉ.વ.૨૭ રહે,નલવેગામ, તા.જી. નંદુરબાર (મહા.)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧- પો.ઇન્સ શ્રી.વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન
૨. પી.એસ.આઈ. એન.એસ.વસાવા (એલ.સી.બી)
૩. ASI જયરાજસીંહ કિશોરસિંહ
૪. ASI ગંભીરસીંહ મહોબતસિંહ
૫. HC ધર્મેશભાઈ મગનભાઈ (એલ.સી.બી.)
૬. HC જયેશભાઈ બીલકીયાભાઈ(એલ.સી.બી.)
૭. HC. રવિંદ્રભાઇ છગનભાઈ
૮. HC અર્જુનસિંહ વીક્રમસિંહ
૯. HC રવિભાઈ હરીયાભાઈ
૧૦. PC રોનકભાઈ સ્ટીવંસનભાઈ (એલ.સી.બી.)
૧૧. PC રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ (એલ.સી.બી.)
૧૨. PC પ્રશાંતભાઇ કિશોરભાઇ
૧૩. PC સાગરભાઈ મગનભાઈ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other