શિશુ/વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ‘વીર બાલ દિવસ’ નિમિતે નિબંધ સ્પર્ધા, વાર્તા કથન તેમ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા.24/12/2024 ને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા આયોજિત ‘વીર બાલ દિવસ’ નિમિતે નિબંધ સ્પર્ધા, વાર્તા કથન તેમ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાળામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અક્ષયભાઈ પંચાલ (ભારતીય જનતા પાર્ટી) યુવા મોરચા પ્રમુખ અને વીર બાલ દિવસના સંયોજક તેમજ શ્રી વિશાલભાઈ પટેલ એ.બી.વી.પી તાપી જિલ્લાના પૂર્વ સંયોજક અને વીરબાળનદિવસના સહસંયોજક શાળામાં ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધાઓનું સફળ આયોજન કરી દરેક સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના પુસ્તક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત મહેમાનશ્રીઓને શાબ્દીક આવકાર આપી પુસ્તક દ્વારા સન્માનિત કર્યા.
શ્રી વિશાલભાઈ પટેલ દ્વારા તેમના ઉદ્દબોધનમાં ‘વીર બાલ દિવસ’ ની વિસ્તૃત વિગત રજુ કરવામાં આવી ગુરુ ગોવિંદ સિંહના બે બાળકો શાહજાદા ફતેસિંહ અને જોરાવરસિંહ ઉમર વર્ષ 9 અને 7 એમની દેશ માટે સહાદતની વિગત વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવામાં આવી 26 ડિસેમ્બર ઈ.સ. 1705ના દિવસને યાદગાર બનાવવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીની વાતને રજુ કરવામાં આવી આંનદપુર કિલ્લા માટે મોગલો દ્વારા જે તણાવ ઊભો કરવામાં આવ્યો હતો તેની ખૂબ સરસ રજૂઆત કરવામાં આવી અને ઔરંગઝેબ જેવા શાસકના અત્યાચારની સચોટ રજૂઆત એમના દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવી બંને વીર બાળકોને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા જેની વિરતાનો ઈતિહાસ રજુ કરી એમના વક્તવ્યને વિરામ આપવામાં આવ્યો. શ્રી અક્ષયભાઈ પંચાલ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.