તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, તેમજ આધાર ડિસેબલ કાર્ડધારકોના eKYC, વન નેશન વન કાર્ડના લાભાર્થીઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરી નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડે કેટલાક જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં, પુરવઠા અધિકારીશ્રી સહિત જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.