પીડીતાના પતિ અન્ય મહિલા સાથે સંબંધમાં હોવાથી પીડિતાને હેરાનગતિ થતી હોય અભયમમાં ફોન કરી મદદ લીધી
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતી એક પીડિત મહિલાને તેના પતિની હેરાનગતિ હોય 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી. પીડીતાના લગ્નના ત્રણ વર્ષ થયા છે અને તેઓએ પ્રેમ લગ્ન કરેલ છે એક વર્ષનું બાળક છે. પીડિતાના પતિ જીઆઇડીસી કંપનીમાં કામ કરે છે પીડીતાના પતિને દોઢ વર્ષથી અન્ય મહિલા સાથે સંબંધ છે આથી તે પીડીતાબેનને હેરાન કરે છે. ઘર ખર્ચ પૂરો પાડતા નથી. કંપનીમાં કામ છે તેમ કહી મોટાભાગના દિવસે ઘરે આવતા નથી અને જ્યારે પણ ઘરે આવે છે ત્યારે ફક્ત નાહવા ધોવા માટે આવે છે અને પીડીતાબેન સાથે ઝઘડો કરી મારપીટ કરી જતા રહે છે. પીડીતાબેનને તેના પતિના ફોનમાં રહેલા મેસેજ અને કોલ હિસ્ટ્રી દ્વારા પતિના અન્ય સંબંધ વિશે ખબર પડી. આથી પીડીતાબેન તેના પતિને આ અન્ય સ્ત્રી સાથેના સંબંધો છોડી દેવા સમજાવતા તો પતિ પીડિતાબેન સાથે ઝઘડો કરી મારપીટ કરતા. પીડીતાબેનને તેના પતિ કહે છે કે જે સ્ત્રી સાથે મારા સંબંધ છે તેની સાથે લગ્ન કરવા માંગુ છું તારાથી થાય તે કરી લે તેમ કહી ગમે તેવા અપશબ્દો બોલી ઝઘડો કરી પીડિતાબેન પર હાથ ઉપાડી લેતા. હમણાં પાંચ છ દિવસથી પીડિતાબેનના પતિ ઘરે આવેલ નહીં અને ગઈકાલે પતિ ઘરે આવેલ તો પીડીતાબેને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા જણાવતા પતિએ પીડિતાબેન સાથે ઝઘડો કરી મારપીટ કરેલ અને છૂટાછેડા આપી દેવાની ધમકી આપેલ. આથી પીડિતાબેને અભયમમાં ફોન કરી મદદ માગી હતી. આથી સુરત ઉમરા અભયમ ટીમ તાત્કાલિક ધોરણે બહેનની મદદ માટે આપેલા સરનામે પહોંચી હતી. અભયમ ટીમે પીડિતાબેનના પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે પીડીતાબેન પર હાથ ન ઉપાડવા અને ઘર ખર્ચ પૂરો પાડવા માટે સમજાવેલ તેમજ કાયદાકીય સમજ આપી અન્ય મહિલા સાથેના સંબંધો છોડી દેવા સમજાવેલ. પીડીતાબેનના પતિને અભયમ ટીમના સમજાવવાથી તેમની ભૂલ સમજાયેલ અને પીડીતાબેનના પતિએ ખાતરી આપેલ કે તે હવે પછી તેમની પત્નીને હેરાન કરશે નહીં તેમજ અન્ય મહિલા સાથેના તેમના સંબંધ છોડી દેશે તેમજ તેની સાથે કોઈ સંપર્ક રાખશે નહીં પત્ની અને બાળકની જવાબદારી નિભાવશે અને પત્ની પર હાથ ઉપાડશે નહીં ત્યારબાદ અભયમ ટીમે પીડીતાબેનને કાયદાકીય માહિતી પૂરી પાડી સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ પીડીતાબેને તેના પતિ સમજી જતા આગળની કાનૂની કાર્યવાહી કરવા માટે ના પાડેલ અને રાહ ભટકી ગયેલા પતિને સમજ આપવા બદલ પીડીતાબેને અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.