ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ દ્વારા સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ દ્વારા સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સી.આર.સી. કક્ષાની આ સ્પર્ધામાં કેન્દ્ર સંલગ્ન 11 પ્રાથમિક શાળાઓનાં 28 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના઼ં માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા આપી શિક્ષણમાં વાર્તાનાં મહત્વ અંગે છણાવટ કરી હતી.
સ્પર્ધાનાં અંતે પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક રમેશ પટેલે નીચે મુજબ પરિણામો ઘોષિત કર્યા હતાં. ફાઉન્ડેશનલ સ્ટેજ ધોરણ 1/2 (વાર્તા કથન) : પ્રથમ – વેન્સી પટેલ (જીણોદ), દ્વિતીય – પ્રિયંશા રાઠોડ (કમરોલી), તૃતિય – શ્રુતિ રાઠોડ (મીંઢી) પ્રિપેરેટરી સ્ટેજ ધોરણ 3 થી 5 (વાર્તા કથન) : પ્રથમ – આરોહી પટેલ (જીણોદ), દ્વિતીય – હેત્વી ગોસાઈ (કમરોલી), તૃતિય – ઈશિકા રાઠોડ (મીંઢી)
મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 (વાર્તા લેખન) : પ્રથમ – ફેની આહિર (કરંજ), દ્વિતીય – રીયા પટેલ (મોર મુખ્ય), તૃતિય – કિંજલ ઓડ (મંદરોઈ)
વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઈનામ એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમાંકિત બાળકો હવે તાલુકા કક્ષાની સ્પર્ધામાં કરંજ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભૂમિકા પટેલ (મોર), સોનલ બ્રહ્મભટ્ટ (મીરજાપોર), સરોજ ચૌધરી (મીંઢી), યશુમતિ પટેલ (કરંજ), નીતા પટેલ (મંદરોઈ) તથા આશા ખોલીયા (જીણોદ) એ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરંજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા પારૂલ પટેલ સ્ટાફગણનાં સહયોગથી કર્યું હતું. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને યજમાન કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે સૌ સ્પર્ધક બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.