નવજાગૃતિ સંસ્કૃત કોલેજ વ્યારાનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ સંચાલિત નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય (કોલેજ) વ્યારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં કેમ્પસમાં કાર્યરત છે. નવજાગૃતિ સંસ્કૃત કોલેજ, વ્યારામાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાહ નીલ અતુલભાઈ ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી યોગાસન ભાઈઓની સ્પર્ધામા ભાગ લેતી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામેલ છે. શાહ નીલ અતુલભાઈ આંતર યુનિવર્સિટી કક્ષાએ તા.૨૪/૧૨/૨૦૨૪ થી તા.૨૮/૧૨/૨૦૨૪ દરમ્યાન KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર (ઓડિસા) ખાતે યોજાનાર ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી યોગાસન ભાઈઓની ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શાહ નીલે રાષ્ટ્રીય કક્ષાએ યોગાસનની ટીમમાં પસંદગી પામી નવજાગૃતિ સંસ્કૃત કોલેજ, વ્યારા અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનું ગૌરવ વધાર્યુ છે જે બદલ સંસ્કૃત કોલેજ વ્યારાનાં ચેરમેનશ્રી અજયસિંહ રાજપુતે શાહ નીલને અભિનંદન પાઠવ્યા છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.