મોટર સાઇકલ ચોરીના આરોપીને ઝડપી પાડતી વ્યારા પોલીસ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એસ. ચૌહાણ પોલીસ ઇન્સપેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જેથી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ, વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાના ફરિયાદી દિનેશભાઇ વાડીયાભાઇ ગામીત રહે-અગાસવાણ ગામ કેલીયા ફળીયુ તા-સોનગઢ જી-તાપીની માલિકીની હીરો કંપનીની સ્પલેન્ડર મોટર સાયકલ રજી.નંબર- GJ-26-K-3760 જેની કિમત રૂપિયા-૨૦,૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાશી ગયેલ જે બાબતે નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં CCTV ફુટેજ તેમજ લોકલ CCTV ફુટેજ આધારે તપાસ કરતાં એક શકમંદ વ્યક્તિ ચોરી થયેલ મો.સા.ચોરી કરી જતો જણાયેલ જેથી આ શકમંદ વ્યકિત બાબતે પબ્લીક સોર્સ આધારે તપાસ કરતા તપાસ દરમ્યાન PC વિજયભાઇ બાબાભાઇ તથા PC કલ્પેશભાઇ જરસિંગભાઈને સંયુકત રીતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આ ઇસમ જીતેંદ્રભાઇ ગોવિંદભાઇ ગામીત રહે, આંબીયા ગોડાઉન ફળીયુ તા.વ્યારા જી.તાપીનો હોવાનુ અને આ ઇસમ હાલમાં ચોરી કરેલ મો.સા. લઇ આંબીયા ગામથી વ્યારા તરફ આવનાર છે, જેથી અ.હે.કો. સોહનભાઇ મોહનભાઇ, હે.કો. નવરાજસિંહ જોરસિંહ, PC વિજયભાઇ બબાભાઇ, PC કલ્પેશભાઇ જરસિંગભાઇ, PC શશીકાંતભાઇ તાનાજીભાઇ, PC કલ્પેશભાઇ કમચી ભાઇ, PC અમીરભાઇ નરપતભાઇ, PC દિલિપભાઇ અર્જુનભાઇ  તથા Pro. ASI ભાવેશભાઇ રાણાભાઇ તથા બે પંચોના માણસો સાથે વ્યારા ઉનાઇ રોડ મગરકુઇ પાટીયા પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીક્ત વાળો વ્યકિત ચોરીમાં ગયેલ મો.સા.ચલાવી આવતા તેને ઉભો રાખી પંચો રૂબરૂ નામઠામ તેમજ ચોરીમાં ગયેલ મો.સા.ની ખાતરી તપાસ કરી આ હીરો સ્પલેન્ડર મો.સા.નં. GJ-26-K-3760  કિં.રૂ.૨૦,૦૦૦/- ગણી મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધમા આગળની કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *