વ્યસની પતિના ત્રાસથી પીડિત મહિલાએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાંથી એક પિડિતાએ 181 માં કોલ કરીને જણાવેલ કે તેમના પતિ વ્યસન કરીને હેરાનગતિ કરી મારઝૂડ કરે છે. જેથી તેમના પતિને સમજાવવા માટે મદદની જરૂર છે.

181 અભયમ હેલ્પલાઈનની ટીમને કોલ આવતાની સાથે જ કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ અને પાઈલોટ ઘટનાસ્થળ પર પહોંચી પિડિતા સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવતા પિડિતાએ જણાવેલ કે તેમના પતિ સાથે સમાજના રીતરિવાજથી પ્રેમ લગ્ન થયેલ છે. તેમના બે સંતાનો પરણિત છે. પિડીત બેન ખેત મજુરીનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ કોઈ કામધંધો કરતા નથી. પીડિત મહિલા ખેત મજૂરી કરી પૈસા લાવે તેમાંથી પૈસા માંગી ને નશો કરીને આવે છે. ખેત મજૂરી કરવા જાય ત્યાં પણ શક વહેમ કરી લડાઈ ઝઘડો કરવા માટે જાય છે ઘરખર્ચ કે ઘરમાં કોઈપણ જરૂરિયાતો તેમજ ચીજ વસ્તુઓ પુરી પાડતા નથી. તેમજ રોજ સાંજે કેફી દ્રવ્યોનું સેવન કરી નશામાં આવી અપશબ્દો બોલી ગાળાગાળી કરી ઘરમાંથી નીકળી જવાનું કહી લડાઈ ઝગડો કરે છે. જેથી પિડીત બહેન તેમના પતિને સમજાવવા 181ની મદદ લેતાં પિડીત બહેનના પતિને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્યસન કરવું અને વ્યસન કરીને પત્નીને ઝગડા કરવા મારઝૂડ કરવું કાનુની અપરાધ છે. તેમજ શક વહેમ કરી ઝગડા ના કરવા અને કામકાજ શોધી કામ કરી ઘરની જરૂરિયાત પુરી પાડવી જેની સમજ આપતાં પિડીતબેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આવી ભૂલ નહીં થાય જેની બાંહેધરી આપી હતી. જેથી અભયમ ટીમ દ્વારા બંનને પક્ષોને સમજાવી સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *