માઁ શિવદૂતી સ્કૂલમાં બ્લોક લેવલ સ્પોર્ટસ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા ખાતે બ્લોક લેવલ “સ્પોર્ટસ” ૨૦૨૪-૨૫નું આયોજન ભારત સરકારનાં યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર, સુરત (તાપી) અને માય ભારત–તાપી દ્વરા  કરવામાં આવ્યું. ખો–ખો, કબ્બડી, લાંબીકૂદ, ૧૦૦મી, ૪૦૦મી દોડ વિગેરે જેવી સ્પર્ધાઓમાં નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય અને માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારાનાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હેનોની ૧૦૦મી દોડ સ્પર્ધામાં પટેલ કામિની તથા ગામીત પ્રાચીએ પ્રથમ ક્રમ, વળવી જાહન્વી દ્રિતીય ક્રમ અને ગામીત સમીક્ષાએ તૃતીયક્રમ તેમજ ભાઈઓની ૧૦૦મી દોડમાં પટેલ સોહમ પ્રથમક્રમ,પટેલ મયન દ્રિતીય અને ગામીત રીક અને ચૌધરી કેવલે તૃતીયક્રમ મેળવ્ય હતો. ભાઈઓની ૪૦૦મી દોડમાં ચાસીયા પ્રિન્સ પ્રથમક્રમ, પટેલ અનિકેત દ્રિતીયક્રમ અને ગામીત એંજલ તૃતીયક્રમ મેળવ્યો હતો. લાંબીકૂદ સ્પર્ધામાં ગામીત જયોતિકા પ્રથમ ક્રમ, ગરવા નિલમ દ્રિતીયક્રમ અને ગામીત સ્વીટીબેન તૃતીય ક્રમ મેળવ્યા હતો. ખો-ખોમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલની ટીમ વિજેતા થયેલ અને કબ્બડી ટીમ સ્પર્ધામાં નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલયની ટીમ વિજેતા થઈ હતી. વિજેતા થયેલ ટીમને ટ્રોફી તેમજ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપવામાં આવ્યા હતા.અને સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન નહેરુ યુવા કેન્દ્ર, સુરત (તાપી) અને MY BHARATના DYO સચીન શર્માનાં માર્ગદર્શન હેઠળ NYV વરૂણ રાજપુતે કર્યુ હતુ. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *