ઈન્ડીજીનીયસ બિઝીનેસ હબ દ્વારા આયોજીત ટ્રાયબલ ટ્રેડ એન્ડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણાપથ સ્કૂલ ગ્રાઉન્ડ વ્યારા ખાતે આગામી ૧૩ થી ૧૫ ડિસેમબરના રોજ થયેલ છે. જેમાં કુલ ૧૬૦ જેટલા વિવિધ પ્રવૃતિ ધરાવતા સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ખાનાખજાના, આર્ટીસ્ટ, બિઝીનેસ પર્સન આવેલ છે અને ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ છે. તથા મોટી સંખ્યામાં ટ્રાયબલ સમાજના લોકોએ ભાગ લીધેલ છે. જેનાથી ટ્રાયબલ સમાજને જાત જાતના બિઝીનેસ કરવાનું પ્લેટફોર્મ મળી રહેલું છે. જેના ઉદ્ધાટન પ્રસંગે અત્રેના વિસ્તારના ધારાસભ્યશ્રી મોહન કોંકણી અને સેન્ટરે ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રના વડા ડો. સ્મિત લેન્ડે સાથે અન્ય માન્યવર ઉપસ્થિત રહેલ હતા. આગામી ૩ દિવસમાં સી. ઓ. ઈ. ઉકાઈ કેન્દ્ર દ્વારા માછલીઓમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સુશોભન માછલીઓનું ડિસ્પ્લે સદર પ્રદર્શનીમાં કરવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.